કૃષિ મહાવિધાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ દ્રારા તા. ૨૧/૨/ર૦ર૫ ના રોજ ૧૬.૦૦ કલાકે સ્વ.શ્રી કાંતિભાઈ ઠાકર સ્મૃતિ નિધી મેમોરીયલ અંતર્ગત ''રાષ્ટ્રીય પથદર્શક, શ્રેષ્ઠ રાજદ્વારી, વ્યૂહાત્મક રાજનીતિજ્ઞ : દેવી અહલ્યાબાઈ હોળકર'' વિષય પર એક વ્યાખ્યાન યોજાયેલ
કૃષિ મહાવિધાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ દ્રારા તા. ૨૧/૨/ર૦ર૫ ના રોજ ૧૬.૦૦ કલાકે સ્વ.શ્રી કાંતિભાઈ ઠાકર સ્મૃતિ નિધી મેમોરીયલ અંતર્ગત ''રાષ્ટ્રીય પથદર્શક, શ્રેષ્ઠ રાજદ્વારી, વ્યૂહાત્મક રાજનીતિજ્ઞ : દેવી અહલ્યાબાઈ હોળકર'' વિષય પર એક વ્યાખ્યાન યોજાયેલ. આ કાર્યક્રમમાં બી.એસ.સી. (એગ્રી.) માં અભ્યાસ કરતી 144 જેટલી વિદ્યાર્થીનીઓે હાજર રહેલ. આ કાર્યક્રમમાં પ્રોફેસર આશિષ કાચા, ડાયરેકટર, શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ જ્ઞાનબાગ, જુનાગઢ દવારા દેવી અહલ્યાબાઇ હોળકરના જીવન વિષે વિસ્તૃત વ્યાખ્યાન આપેલ. તેમાં તેમણે જણાવેલ કે આ એ સમય હતો જ્યારે મહિલાઓને અભ્યાસ કરવા દેવામાં ન આવતો. આમ છતા દેવી અહલ્યાબાઇ હોળકરને તેમના પિતાએ અભ્યાસ કરાવેલ અને તેમનામાં સમાજ સેવા થકી રષ્ટ્સેવા સંસ્કારોનું સિંચન કરેલ. આવા જુદા જુદા દ્રસ્ટ્રાતો દ્વારા તેમણે દેવી અહલ્યાબાઈ હોળકર વિષે વિદ્યાર્થીનીઓને વિસ્તૃત માહિતી આપેલ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. આર. બી. માદરીયા, સંશોધન નિયામકશ્રી અને પી.જી. ડીનશ્રી હાજર રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહીત કરેલ. તેમજ ડો. વી. ડી. તારપરા,સહ સંશોધન નિયામકશ્રી પણ હાજર રહી તેમને પણ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરેલ. આ કાર્યક્રમમાં ડો. પી.ડી. કુમાવત, આચાર્ય અને ડીનશ્રી કૃષિ મહાવિધાલય, જુનાગઢ, ડો. બી. એચ. તાવેથીયા, તાંત્રિક મદદનીશ, ડો. એચ. એમ. સાપોવડીયા, મદદનીશ પ્રાધ્યાપક અને શ્રી એ.એસ. ઠકકર, મદદનીશ વહીવટી અધિકારીશ્રી, કૃ.મ.વિ., જુનાગઢ તેમજ કૃષિ મહાવિદ્યાલયના જુદા જુદા વિભાગના વડાશ્રીઓ પણ હાજર રહેલ હતા.